નમસ્તે શિક્ષક મિત્રો !
ગુજરાતની પ્રાથમિક શાળામાં દરેક ધોરણ માટે એક નક્કી કરેલ નમૂનામાં માર્ક્સ રીપોર્ટ બનાવવાનો હોય છે જે પત્રક "પરિશિષ્ટ - ક " તરીકે જાણીતું છે આ પત્રક કોમ્પુટરમાં બનાવી તેની પ્રિન્ટ કાઢવા માટે મે એક ફાઈલ એટલે કે EXCEL SHEET બનાવી છે જે આપને ખુબ જ કામ લાગશે.
સૌપ્રથમ આ ફાઈલ ને તમારા કોમ્પુટરમાં ડાઉનલોડ કરો
આ ફાઈલ OPEN કરી તેમાં સામાન્ય માહિતી અને માર્ક્સ ની એન્ટ્રી કરવાની રહેશે. ત્યારબાદ સંપૂર્ણ પત્રક - ક ઓટોમેટીક તૈયાર થઇ જશે અને દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત માર્કશીટ પણ તૈયાર થઇ જશે જે તમે સરળતાથી પ્રિન્ટ કરી શકો છો.

આ ફાઈલ દરેક ધોરણ માટે અલગ છે
- ધોરણ ૬ માટે ની ફાઈલ અહી થી ડાઉનલોડ કરો
- ધોરણ ૭ માટે ની ફાઈલ અહી થી ડાઉનલોડ કરો
- ધોરણ ૮ માટે ની ફાઈલ અહી થી ડાઉનલોડ કરો
૧. આ ફાઈલ ઓપન કર્યા બાદ Basic Detail ના પેજમાં શાળાની સામાન્ય માહિતી અને વિદ્યાર્થીઓની માહિતી નીચે મુજબ ભરો
૨, ત્યારબાદ Marks Entry પેજમાં દરેક વિદ્યાર્થીના ગુણ વિષય પ્રમાણે નીચે મુજબ એન્ટર કરો.
૩. માર્ક્સ ની એન્ટ્રી પૂર્ણ કર્યા બાદ Title Page પર જઈને Ctrl + P દબાવી પ્રિન્ટ કરો. પેજ પત્રક - ક નું મુખ્ય પેજ / પ્રથમ પેજ છે.
૪. ત્યારબાદ Print Report પેજ પર જઈને Ctrl + P દબાવી પ્રિન્ટ કરો. જેમાં ૮ પેજ નો રીપોર્ટ બનશે.
૫. Title Page અને Print Report માં કોઈ લખવાનું કે એન્ટ્રી કરવાની થતી નથી. તેની દરેક ગણતરી જેમકે કુલ ગુણ, ગ્રેડ, અને દરેક ગ્રેડ માં આવતા વિદ્યાર્થીઓ નું જાતિ અને કુમાર /કન્યા મુજબ વર્ગીકરણ વગેરે.. ઓટોમેટીક થઇ જશે.
૬. દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત માર્કશીટ પ્રિન્ટ કરવા માટે Student's Marksheet પર ક્લીક કરો. જેમાં ફક્ત વિદ્યાર્થી નો ક્રમ નંબર નાખી ને એન્ટર દબાવો . એક પેજ માં બે માર્કશીટ પ્રિન્ટ થશે. તેથી બંને માં અલગ - અલગ ક્રમ નંબર લખ્યા બાદ આ પેજ ની પ્રિન્ટ આપો. (Ctrl + P). એ મુજબ દરેક વિદ્યાર્થીની માર્કશીટની પ્રિન્ટ કરી શકાશે.
No comments:
Post a Comment