વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં માર્કશીટ અને પત્રક-ક બનાવવા માટેની ફાઈલ / Excel Sheet

વર્ષ ૨૦૨૦ - ૨૦૨૧ માં દ્રિતીય સત્રની પરીક્ષા લેવાનું મૌકુફ રાખેલ છે જેથી વર્ષ ના અંતે બનાવવાનું થતું પરિણામ પત્રક અને પત્રક - ક માં થોડો ફેરફાર થશે. હવે દરેક વિષય દિધ મહતમ ૧૬૦ ગુણ માંથી વિદ્યાર્થીએ મેળવેલ ગુણ અને એ મુજબ જ ગ્રેડ આપવાના થાય છે. 

અગાઉ બનાવેલ પરિણામ પત્રક માં થોડા ફેરફાર કરી ફક્ત આ વર્ષ પુરતું લાગુ પડે એવી રીતે થોડો ફેરફાર કરી ફરીથી અપલોડ કરવામાં આવેલ છે. જે અહી આપેલ લીનક પર થી ડાઉનલોડ થઇ સકસે. જો તમને ઉપયોગી લાગે તો બીજા શિક્ષક મિત્રોને પણ share કરજો. 


માર્કશીટ અને પત્રક-ક બનાવવા માટેની ફાઈલ / Excel Sheet


નમસ્તે શિક્ષક મિત્રો !

ગુજરાતની પ્રાથમિક શાળામાં દરેક ધોરણ માટે એક નક્કી કરેલ નમૂનામાં માર્ક્સ રીપોર્ટ બનાવવાનો હોય છે જે પત્રક "પરિશિષ્ટ - ક " તરીકે જાણીતું છે આ પત્રક કોમ્પુટરમાં બનાવી તેની પ્રિન્ટ કાઢવા માટે  મે એક ફાઈલ એટલે કે EXCEL SHEET બનાવી છે જે આપને ખુબ જ કામ લાગશે.

સૌપ્રથમ આ ફાઈલ ને તમારા કોમ્પુટરમાં ડાઉનલોડ કરો 
આ ફાઈલ OPEN કરી તેમાં સામાન્ય માહિતી અને માર્ક્સ ની એન્ટ્રી કરવાની રહેશે. ત્યારબાદ સંપૂર્ણ પત્રક - ક ઓટોમેટીક તૈયાર થઇ જશે અને દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત માર્કશીટ પણ તૈયાર થઇ જશે જે તમે સરળતાથી પ્રિન્ટ કરી શકો છો.





આ ફાઈલ દરેક ધોરણ માટે અલગ છે 


૧. આ ફાઈલ ઓપન કર્યા બાદ Basic Detail ના પેજમાં શાળાની સામાન્ય માહિતી અને વિદ્યાર્થીઓની માહિતી નીચે મુજબ ભરો

૨, ત્યારબાદ Marks Entry પેજમાં દરેક વિદ્યાર્થીના ગુણ વિષય પ્રમાણે નીચે મુજબ એન્ટર કરો.

 ૩. માર્ક્સ ની એન્ટ્રી પૂર્ણ કર્યા બાદ Title Page પર જઈને Ctrl + P દબાવી પ્રિન્ટ કરો. પેજ પત્રક - ક નું મુખ્ય પેજ / પ્રથમ પેજ છે.

૪. ત્યારબાદ Print Report પેજ પર જઈને Ctrl + P દબાવી પ્રિન્ટ કરો. જેમાં  ૮ પેજ નો રીપોર્ટ બનશે.

૫. Title Page અને Print Report માં કોઈ લખવાનું કે એન્ટ્રી કરવાની થતી નથી. તેની દરેક ગણતરી જેમકે કુલ ગુણ, ગ્રેડ, અને દરેક ગ્રેડ માં આવતા વિદ્યાર્થીઓ નું જાતિ અને કુમાર /કન્યા મુજબ વર્ગીકરણ વગેરે.. ઓટોમેટીક થઇ જશે.

૬. દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત માર્કશીટ પ્રિન્ટ કરવા માટે Student's Marksheet પર ક્લીક કરો. જેમાં ફક્ત વિદ્યાર્થી નો ક્રમ નંબર નાખી ને એન્ટર દબાવો . એક પેજ માં બે માર્કશીટ પ્રિન્ટ થશે. તેથી બંને માં અલગ - અલગ ક્રમ નંબર લખ્યા બાદ આ પેજ ની પ્રિન્ટ આપો. (Ctrl + P). એ મુજબ દરેક વિદ્યાર્થીની માર્કશીટની પ્રિન્ટ કરી શકાશે.










Install Gujarati Language in Computer



Method to Install Gujarati Language in Computer
કોમ્પુટરમાં ગુજરાતી ભાષા ઈંસ્ટોલ કરવાની રીત

Click here to download Google Gujarati Input software to your computer
ગૂગલ ગુજરાતી ઈનપુટ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે અહી ક્લીક કરો.

Download Software

On the right side select Gujarati language and do agree the terms and click download
જમણી બાજુએ ગુજરાતી ભાષા પસંદ કરો અને નીચે I agree ની આગળ ટીક કરીને ડાઉનલોડ
દબાવો.

Open the downloaded file and install the software
ડાઉનલોડ થયેલી ફાઈલને ખોલી તેને ઇન્સ્ટોલ કરો.

After Completion of Installation you can see the EN on right side of taskbar. Click on EN and select GU-Gujarati. Shortcut to change the language is Alt + Shift
ઇન્સ્ટોલેશન બાદ ટાઈપીંગ ભાષા બદલવા Alt અને shift એક સાથે દબાવો

Now you can type in Guajarati language very easily.
હવે તમે સરળતાથી ગુજરાતી ભાષામાં ટાઇપ કરી શકો છો.